પૂ. શ્રી વીરાબાપા
બાપા જ્યાં બિરાજમાન છે ત્યાં વર્ષો પેહલા તો સાવ જંગલ વિસ્તાર હતો અને કોઈ અવર જવર પણ નોતી થતી. કાળક્રમે ફેરફાર થતા અને આપણા બાપા આ જગ્યા એ બિરાજમાન છે તેવો ખ્યાલ આવતા તે સમય ના આપણા પરિવારે બાપા ને સુરાપુરા બાપા થી પૂજા થઈ શકે એ માટે ખુબજ નાની એવી દેરી ની સ્થાપના કરી. સમય જતા અને અવરજવર સાનુકૂળ બનતા ધીમે ધીમે ઉતરોતર દેરી માં પરિવર્તિત કાર્ય કરતા કરતા આજે આપણા બાપા ખુબજ સરસ મોટીદેરી માં સ્થાપિત છે અને આપણા પરિવાર ના અનેક સદસ્ય અહીં આવી બાપા ની પૂજા અર્ચના કરે છે.
આપણા આ બાપા ખુબજ શાંત અને સરળ પ્રકૃતિ ના છે એ કયારે બી કોઈ ભૂલ બદલ ક્રોધિત થયા હોય અને કુટુંબ ને કોઈ નુકસાન પોહચાડ્યું હોય તેવું સાંભળવા મળ્યું નથી. એ ખૂબ જ પ્રેમાળ છે અને એને આંગણે આપણો પરિવાર જ્યારે દર્શનાર્થે જાય છે તો ત્યાં તેની દેરી એ નાસ્તો કરો તો બાપા ખુબ જ રાજી થાય છે એવી વાયકા છે અને એટલે જ ત્યારથી એ પરંપરા બની કે કોઈ બી પરિવાર સદસ્ય બાપા ને આંગણે આવે તો ત્યાં એ નાસ્તો સાથે લઈ જાય છે અને નાસ્તા નો આનંદ બાપા ની હાજરી માં લે છે અને બાપા ને ખુશ કરે છે.
બાપા જ્યાં બિરાજમાન છે ત્યાં વર્ષો પેહલા તો સાવ જંગલ વિસ્તાર હતો અને કોઈ અવર જવર પણ નોતી થતી. કાળક્રમે ફેરફાર થતા અને આપણા બાપા આ જગ્યા એ બિરાજમાન છે તેવો ખ્યાલ આવતા તે સમય ના આપણા પરિવારે બાપા ને સુરાપુરા બાપા થી પૂજા થઈ શકે એ માટે ખુબજ નાની એવી દેરી ની સ્થાપના કરી. સમય જતા અને અવરજવર સાનુકૂળ બનતા ધીમે ધીમે ઉતરોતર દેરી માં પરિવર્તિત કાર્ય કરતા કરતા આજે આપણા બાપા ખુબજ સરસ મોટીદેરી માં સ્થાપિત છે અને આપણા પરિવાર ના અનેક સદસ્ય અહીં આવી બાપા ની પૂજા અર્ચના કરે છે.
પૂ.બાપા ની વાત જ કરી રહ્યા છીએ તો એ પણ જણાવી દઈ એ કે આપણા આ બાપા ના અનેક ચમત્કાર આપણા ઘણા સાંગાણી પરિવાર ને અને ત્યાંથી નીકળતા વટેમાર્ગુ ને થયેલ છે અને એ રીતે એ હાજરાહજૂર બાપા તરીકે પણ ત્યાંના આજુબાજુ ના ગામડાઓમાં પ્રચલિત છે. આપણા આ બાપા
ખુબજ શાંત અને સરળ પ્રકૃતિ ના છે એ કયારે બી કોઈ ભૂલ બદલ ક્રોધિત થયા હોય અને કુટુંબ ને કોઈ નુકસાન પોહચાડ્યું હોય તેવું સાંભળવા મળ્યું નથી. એ ખૂબ જ પ્રેમાળ છે અને એને આંગણે આપણો પરિવાર જ્યારે દર્શનાર્થે જાય છે તો ત્યાં તેની દેરી એ નાસ્તો કરો તો બાપા ખુબ જ રાજી થાય છે એવી વાયકા છે અને એટલે જ ત્યારથી એ પરંપરા બની કે કોઈ બી પરિવાર સદસ્ય બાપા ને આંગણે આવે તો ત્યાં એ નાસ્તો સાથે લઈ જાય છે અને નાસ્તા નો આનંદ બાપા ની હાજરી માં લે છે અને બાપા ને ખુશ કરે છે.